Monday, February 9, 2009

કવિશ્રી આદિલ ને..

જ્યાં એક નગર વસતું હતું,
ત્યાં સમાચાર મળ્યા,
ખુદા આદિલ ને બોલાવી ગયાં,
સૌને રડાવી ખુદ હસતાં ચાલી ગયાં,
આદિલ નાં શેર સાંભળી નવાઈ થતી,
જેને આટલું કહેવું હતું કહી અમર થઈ ગયાં,
જ્યાં એક નગર વસે છે,
ત્યાં હજી રાહ જોવાય,
આદિલનાં નવા શેરની,
ને મન કહે વારંવાર,
ખુદા રહેમત કરજે અમારા,
આદિલ તણા આ શેર પર ....સ્વાતિ
કહો એકાંતમાં યાદ ખપ આવશે,
લગાડેલી યાદ નું વળગણ,
ઘર સુધી આવવાની જિદ શાની,
જ્યાં દિલ પોતાનું ઘર લાગે...
ને વળી પોતાની જાત સાથે જીવતાને,
એકાંત તો કેવું વ્હાલું લાગે....!સ્વાતિ
ને સમજી સામેના
પાષાણમાંખુદાને,
ભજુ ઉરમાં વસેલા ને....