Friday, May 20, 2016

ઝાકળ બની 
હું પડી નીચે પણ ,
ઠંડક આપી !!!!
સ્વાતિ શાહ 

Monday, April 25, 2016

શિબિર માંહે 
છલકાયું હૈયું ને 
મળ્યો ભંડાર  .
    સ્વાતિ શાહ -25/4/16

Friday, April 1, 2016

હાયકુ 
હાયકુ તુજ 
પીંજણ કરું હું જ 
પામવા મર્મ  .
        સ્વાતિ 28/3/16

Monday, March 21, 2016

નથી નથ પહેરી નથાવવા ને અમે ,
નથી પહેર્યાં પાયલ બેડી બનાવવા ને ,
સિંદુર પૂરી કર્યો શ્રુંગાર અમે ,
રતિ  બની પામવાને સજન ને   ......  
                  સ્વાતિ શાહ 



Sunday, March 13, 2016

હાયકુ

હાયકુ
માવઠું પડ્યું ,
ખેડૂ પર રેલાયું
પાણી દુઃખનું
         સ્વાતિ શાહ 

Friday, February 26, 2016

અજાણતાં મિત્ર થયાં ,
નિકળી ઓળખ ખાણ ,
ગર્વથી હૈયું છલકાયું ,
સાંભળી વાત તાત તણી  .
            સ્વાતિ શાહ  .
              25/2/16.

Sunday, February 7, 2016

વાસંતી વાયરાને 
હૈયે હિલોળાને 
પ્રિત તણી આંધી ચકરાવે ,
શમણાંમાં  થાકીને 
ઉઘાડું નેણને 
 તનહા નો ભાર મને લાગે  .