સીધા રસ્તા હોત તો શું રહેત આ જીંદગી, અક્ષરના વળાંકમાં છે મજાની આ જીંદગી, સીધા જીવ મળેતો મજા શુ છે આ જીંદગી, વાંકીછે આ ધરતી, તો પાક આપી ટકાવે આ જીંદગી, વાંકી આંગળી એ થી ઘી કાઢી માણવી આ જીંદગી, જો સીધી ચાલે તો મજા શું એવી જીંદગી ની....
Friday, March 20, 2009
આ ધોમધખતા સુરજની કાળઝાળ ગરમી માં દાઝ્યાં કરું, બસ ચોમાસુ ચિતરવાની રાહ માં દિવસો વિતાવ્યાં કરું, ચાતકની જેમ તારા વરસવાની રાહ જોયાં કરું..
ખુશ નસીબ છે એ જેની તસ્વીર આંખમાં સમાણી છે, યાદ પણ વિશાળ દિલમાં સમાય એટલી જ છે, જુદાઈ નો સ્વીકાર કરાયો જીવંત છે, પણ કમનસીબી છે આવતા જનમ સુધી મુલાકાત માટે રાહ જોવાની છે.... સ્વાતિ
ક્ષણમાં આવે ને ચાલી જાય એ છે મંદિ, તેજીના જલસા યાદ કરાવે એ છે મંદિ, ગંદિ મંદિની સામે ઉભા રહેવું એ છે જીંદગી, એમાં વળી કમળની જેમ મુસ્કુરાવુ એ છે જીંદગી, મંદિમાં જ બંદગી કરાવે એ છે જીંદગી.... સ્વાતિ
જ્યાં એક નગર વસતું હતું, ત્યાં સમાચાર મળ્યા, ખુદા આદિલ ને બોલાવી ગયાં, સૌને રડાવી ખુદ હસતાં ચાલી ગયાં, આદિલ નાં શેર સાંભળી નવાઈ થતી, જેને આટલું કહેવું હતું કહી અમર થઈ ગયાં, જ્યાં એક નગર વસે છે, ત્યાં હજી રાહ જોવાય, આદિલનાં નવા શેરની, ને મન કહે વારંવાર, ખુદા રહેમત કરજે અમારા, આદિલ તણા આ શેર પર ....સ્વાતિ
કહો એકાંતમાં યાદ ખપ આવશે, લગાડેલી યાદ નું વળગણ, ઘર સુધી આવવાની જિદ શાની, જ્યાં દિલ પોતાનું ઘર લાગે... ને વળી પોતાની જાત સાથે જીવતાને, એકાંત તો કેવું વ્હાલું લાગે....!સ્વાતિ
ને સમજી સામેના પાષાણમાંખુદાને, ભજુ ઉરમાં વસેલા ને....
એના નિરાકારને આકાર આપવો છે મારે, ઓમકારમાં લય પુરવો છે મારે, ધબકારમાં પ્રાણ પુરવો છે મારે, હંમેશને માટે શ્રુંગારમાં રાસ રમવો છે મારે, બસ એજ કોષિશ કરવી છે મારે....